Vav-Tharad New District : હાલ ગુજરાતમાં 33 જીલ્લાઓ રહેલા છે, અને અત્યારે નવા જીલ્લાની જાહેરાત થતા જ 33 ની સ્થાને હવે એક નવો જીલ્લો બનતા કુલ ગુજરાતમાં 34 જીલ્લાઓ થશે. તેમજ ગુજરાતમાં નવી 9 મહાનગરપાલિકાને મંજુરી મળશે અને ગુજરાતમાં 50 ટકા કરતા પણ વધુ શહેરીકરણ થશે.
Vav-Tharad New District
આજ રોજ 2025 નાં પ્રથમ દિવસે જ મંત્રી મંડળની બેઠકમાં મંત્રી મંડા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં મંડળ દ્વારા નવો જીલ્લા અને મહા નગર પાલિકાઓની રચના કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાતમાં અહે 33 જીલ્લા ને સ્થાને 34 જીલ્લાઓ થશે.મંત્રી મંડળની બેઠકમાં નવા જીલ્લા તરીકે બનાસકાંઠા જીલ્લાનું વિભાજન કરી તેમાંથી નવો જીલ્લો બનાવવાની જાહેરાત કરી છે.
New Mahanagar Palika
New Mahanagar Palika : ગુજરાતમાં નવી મહાનગરપાલિકાઓને લઈને સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવેલ છે. આ નિર્ણય જાહેરહિતમાં લેવામાં આવે છે. જેનાથી આ નવી નિમાયેલ નગરપાલિકાઓથી જે તે વિસ્તારમાં નાગરિકોને ઘણો ફાયદો થશે. જેના વહીવટદાર તરીકે જીલ્લા કલેકટરોને કાર્યભાર સોંપાયો છે.
વર્ષના પ્રથમ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મળેલ રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં નવી મહા નગરપાલિકાઓની રચના કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે. અને આ નિર્ણયનો અમલ તાત્કાલિક અસરથી અમલમાં એવામાં આવે જે હેતુથી હવે સબંધિત કલેક્ટરોને આ વહીવટદાર તરીકેનો કાર્યભાર સોંપવામાં આવશે.
કયા શહેરોને મળી મહાનગરપાલિકાઓ ?
નવી જાહેર કરાયેલ નગરપાલિકાઓ માં ગુજરાતના નવ જેટલા શહેરોને મહાનગરપાલિકાનું સ્થાન મળવાનું છે ત્યારે ગુજરતના મહેસાણા, નવસારી, નડીયાદ (ખેડા), વાપી (વલસાડ), આણંદ, સુરેન્દ્રનગર, પોરબંદર, મોરબી, ગાંધીધામ (કચ્છ) જિલ્લાઓને મહાનગરપાલિકાનો હોદ્દો મળ્યો છે. અને આ જીલ્લાઓના કલેકટરને નવી જાહેર થયેલ મહાનગરપાલિકાના વહીત્વતદાર તરીકે કાર્યભાર સોંપવામાં આવશે.
અન્ય વિગતો વાંચવા અહિયાં તપાસો
જૂની મહાનગરપાલિકાઓ | નવી મહાનાગર્પાલીકાઓ | કુલ |
8 | 9 | 17 |
અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ, ગાંધીનગર, જુનાગઢ, જામનગર | મહેસાણા, નવસારી, નડીયાદ (ખેડા), વાપી (વલસાડ), આણંદ, સુરેન્દ્રનગર, પોરબંદર, મોરબી, ગાંધીધામ (કચ્છ) | સત્તર |
બનાસકાંઠા જીલ્લાનું વિભાજન
રાજ્યમંત્રી મંડળની બેઠકમાં એવાયેલ નિર્ણય ને આધારે ગુજરાતમાં નવા જીલ્લા તરીકે બનાસકાંઠા ને વિભાજીત કરી નવો જીલ્લો વાવ-થરાદ બનાવવામાં આવશે અને જેનું મુખ્ય મથક થરાદમાં રાખવામાં આવશે.