Recruitment For Municipal Corporation : નવી મનપા માં વર્ગ 1 અને 2 ની જગ્યા પર ભરતીનો રાજ્ય સરકારનો નિર્ણય !

Recruitment For Municipal Corporation ગુજરાત સરકાર દ્વારા મહાનગર પાલિકાઓ ને મંજુરી મળી છે ત્યારે જે નવી મંજુર થયેલ મહાનગર પાલિકાઓમાં વર્ગ 1 અને વર્ગ 2 ની જગ્યાઓ માટે ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Recruitment For Municipal Corporation

થોડા સમય પહેલાં જ રાજ્ય સરકાર દ્વારા નવી 9 મનપા ને મંજુર કરી છે ત્યારે તેના વહીવટીય સરળતા માટે તે મહાનગર પાલિકાઓમાં વાર 1 અને વર્ગ 2 ની જગ્યાઓમાં ભરતી કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ભરતી પ્રક્રિયા GPSC દ્વારા હાથ ધરવામાં આવશે. અને આ ભરતી બાબતે સમગ્ર માહિતી ચિરમેન હસમુખ પટેલ દ્વારા જાહેર કરવામાં આવી છે.

Recruitment For Municipal Corporation
Recruitment For Municipal Corporation

નવી મહાનગર પાલિકાઓ

ગુજરાત સરકાર દ્વારા નવી 9 મહાનગર પાલિકાઓ મંજુર કરવામાં આવી છે જેમાં મોરબી, સુરેન્દ્રનગર, આણંદ,નડીયાદ, મહેસાણા, વાપી, નવસારી, ગાંધીધામ અને પોરબંદર ને મહાનગર પાલિકાઓમાં તબદીલ કરવામાં આવે છે. અને આ 9 મહાનગર પાલિકાઓમાં નવી જગ્યાઓ માટે ની ભરતી કરવા માટે મંજુરી આપવામાં આવે છે.

આ પણ વાંચો : ગુજરાતમાં હવે 33 ની જગ્યાએ 34 જીલ્લાઓ : નવી નવ મનપાને મંજુરી?

GPSC ચેરમેન હસમુખ પટેલની જાહેરાત

સોસીયલ મીડિયા માધ્યમ ‘X’ પર GPSC ચેરમેન હસમુખ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે “રાજ્યની મહાનગર પાલિકાઓની વર્ગ 1 ને 2 ની જગ્યાઓ ભરવા રાજ્ય સરકારનો નિર્ણય. જગ્યાઓની વિગતો પ્રાપ્ત થતા આયોગ ભરતીની કાર્યવાહી હાહ ધરશે.”

Recruitment For Municipal Corporation
Recruitment For Municipal Corporation

ભરતી મંજુરી બાબતનો પરિપત્ર

રાજ્યમાં હાલ કુલ 48 % જેટલી વસ્તી મહાનગર પાલિકાઓમાં વસવાટ કરે છે. જેમને પાયાની સુવિધાઓ પૂરી પડવી આવશ્યક છે. આ સેવાઓ નાગરિકોને સમય મર્યાદામાં પૂરી પાડવા માટે રાજ્યની મહાનગરપાલિકાઓમાં ધી. જી.પી.એમ.સી. એક્ટ 1949, પાણી, રોડ રસ્તા, સેનિટેશન, STP, SWM, ટેન્ડરીંગ, ખરીદ પદ્ધતિ, આરોગ્ય, ઓડીટ, એકાઉન્ટિંગ ટેક્સ વગેરે બાબતેની કામગીરી માટે સક્ષમ માનવબળની આવહ્યાકાતા રહે છે.

આ જગ્યાઓ પર સીધી ભરતી સ્પર્ધાત્મક, તંદુરસ્ત અને પરષ્ક હોવી એ ખુબ જ જરૂરી છે. જેથી રાજ્ય સરકારશ્રી દ્વારા મહાનગરપાલિકાઓ હસ્તકની વર્ગ 1 અને 2 ની જગ્યાઓની સીધી ભરતી ગુજરાત જાહે સેવા આયોગ મારફત કરવાની અનુમતિ આપવામાં આવે છે. આમ, મહાનગરપાલિકાઓ હસ્તકની વર્ગ 1 અને 2 જગ્યાઓની સીધી ભરતી ગુજરાત જાહેર સેવા આયોગ મારફતે કરવા બાબતે નીચેની સૂચનાઓ ધ્યાને લેવા વિનંતી છે.

  1. મહાનગરપાલિકાઓ હસ્તકની વર્ગ 1 અને 2 જગ્યાઓના ભરતી નિયમો સામાન્ય વહીવટ વિભાગના “ભરતી નિયમો ઘડતી વખતે વિચારણા એવાની બાબતો અંગે માર્ગદર્શક સૂચનાઓ” અંગેના તા. 14-02-2019 નાં હરાવ ક્રમાંક સીઆરઆર/11/2016/609435/ગ ને ધ્યાને લઈને સત્વરે અદ્યતન કરવાનાં/નવા બનાવવાના રહેશે.
  2. મહાનગરપાલિકા હસ્તકની જગ્યાની સીધી ભરતી આયોગ મારફત કરવા માટે સંબંધિત મહાનગરપાલિકાએ તેઓની સામાન્ય સભા/સક્ષમ સત્તાને મંજુરી મેળવી દરખાસ્ત આયોગને મોકી આપવાની રહેશે.
  3. સંબંધિત મહાનગરપાલિકા દ્વારા સામાન્ય વહીવટ વિભાગના “માંગણીપત્રક નો નમુનો અદ્યતન કરવા અંગે” નાં તા.12-12-2024 નાં પરિપત્ર ક્રમાંક પીએસસી/10209/31411/ગ-2 ને અન વખતો વખતના નીતિ નિયમોને ધ્યાને લઈને માંગણી પત્રક ભરતી નિયમો, પરીક્ષા નિયમો, સહિતની મ્યુનીસીપલ કમિશ્નરશ્રીની સહી સાથેની દરખાસ્ત આયોગને કાર્યવાહી અર્થે મોકલી આપવાની રહેશે.
  4. મહાનગરપાલિકાઓ હસ્તકની જગ્યાના ભરતીના નિયમોમાં સીધી ભરતીની જોગવાઈ, રાજ્ય સરકાર હસ્તકની સમાન પ્રકારની જગ્યાની સીધી ભરતીની જોગવાઈ સાથે સુસંગત હોય તો તેવી જગ્યાઓની સીધી ભરતી GPSC મારફતે કરી શકાશે. અથવા તો જે જગ્યા રાજ્ય સરકારની જગ્યાઓ સાથે સુસંગત n હોય તે જગ્યાઓની સીધી ભરતી આયોગ મારફતે અલગથી જાહેરાત આપી કરી શકાશે.
  5. મહાનગરપાલિકાઓ હસ્તકની જે જગ્યાઓની સીધી ભરતી કરવા બાબતે દરખાસ્ત આયોગને પ્રાપ્ત થાય તે જગ્યાઓ પર જ સીધી ભરતી ભરતી આયોગ મારફતે કરવાની થશે.
  6. મહાનગરપાલિકાઓ હસ્તકની આયોગ માફાતે ભરવામાં આવેલ જગ્યાઓ સંબંધિત મહાનગરપાલિકાઓની ગણાશે. આ જગ્યાઓ રાજ્ય સરકારની જગ્યાઓ ગણાશે નહી.
  7. સીધી ભરતી કાર્યવાહી માટે જે પણ ખર્ચ થાય તે ખર્ચ સંબંધિત મહાનગરપાલિકાઓએ આયોગને ચૂકવવાનો રહેશે. રાજ્ય સરકારે કોઈ પણ પ્રકારનો ખર્ચ ચૂકવવાનો રહેશે નહી.

આ પરિપત્ર આ વિભાગની સરખા ક્રમાંક ની ફાઈલ પરની તારીખ ૦૪-૦૧-૨૦૨૫ની નોંધ પર સરકારશ્રી ની મળેલ અનુમતિ અન્વયે બહાર પાડવામાં આવેલ છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top