HSC Board Exam Time Table-2025 : ગુજરાત શિક્ષણ વિભાગના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધો-12 ની બોર્ડની પરીક્ષાનાં સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યા છે. અને નવું સુધારારેં સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે જેમાં પરીક્ષા 13 માર્ચ 2024 ના પૂર્ણ થવાને બદલે હવે 17 માર્ચના રોજ પરીક્ષા પૂર્ણ થશે. શા કારણોસર પરીક્ષાના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યા છે તે જાણવા સંપૂર્ણ સમાચાર વાચવા.
Table of Contents
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર એટલે કે gseb દ્વારા ફેબ્રુઆરી-2025 ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાના ટાઈમ ટેબલ માં ફેરફાર કરવામાં આવ્યા છે. બોર્ડ દ્વારા આ ટાઈમ ટેબલ તેની Website gseb.org પર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
HSC Board Exam Time Table-2025
દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માંચ અથવા ફેબ્રુઆરી મહિનામાં જાહિર પરીખાઓ લેવામાં આવે છે આ વર્ષે પરીક્ષાઓ 27 ફેબ્રુઆરીના શરુ થવાની છે જેનું અગાઉ સમય પત્રક જાહેર કરવામાં આવેલ હતું પરંતુ કેટલાક સંજોગોને ધ્યાનમાં લઈને આ સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
સમયપત્રકમાં થયેલ ફેરફાર
વિગતો | જુનાં સમયપત્રક પ્રમાણે | નવા સમયપત્રક પ્રમાણે |
પરીક્ષા શરુ થવાની તારીખ | 27 ફેબ્રુઆરી 2025 | 27 ફેબ્રુઆરી 2025 (કોઈ ફેરફાર નથી) |
ભૂગોળ વિષયનું પપેર | 07 માર્ચ 2025 સવારે | 13 માર્ચ 2025 બપોરે |
પરીક્ષા પૂર્ણ થવાની તારીખ | 13 માર્ચ 2025 | 17 માર્ચ 2025 |
ચિત્રકામ, વ્યવસાયિક વિષયો | 12 માર્ચ 2025 | 13 માર્ચ2025 |
સંસ્કૃત, ફારસી, અરબી, પ્રાકૃત | 13 માર્ચ 2025 | 17 માર્ચ 2025 |
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યામિક શિક્ષણ બોર્ડ દ્વારા ઉપરોક્ત ફેરફાર કરવામાં આવ્યા છે.
શિક્ષણને લગતા વધુ સમાચારો વાંચવા અહિયાં મુલાકાત લો.
શા માટે થયા ફેરફાર ?
ધોરણ 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આલગ અલગ વિષયો સાથે આર્ટસ, કોમર્સ અને સાયન્સ પ્રવાહમાં અભ્યાસ કરતા હોય છે. જેંમાં સામાન્ય પ્રવાહમાં આર્ટસ અને કોમર્સમાં જે ભૂગોળ વિષય છે તે બંને આર્ટસ અને કોમર્સનાં વિદ્યાર્થીઓ પસંદ કરતા હોય છે. ફેબ્રુઆરી 2025 ની પરીક્ષા માટે તા. 07 માર્ચનાં સવારે ભૂગોળ તેમજ તે જ દિવસે બપોર આંકડાશાસ્ત્ર એમ એક જ દિવસે બંને પપેર હોવાને લીધે પરીક્ષા સમયે વિદ્યાર્થીને મુશ્કેલી ન અનુભવાય જેથી આ ફેરફાર કરવામાં આવ્યા છે.