GSSSB Recruitment 2024 : જુનિયર નિરીક્ષક Class 2 ની ભરતી માટે કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી, જાણો સંપૂર્ણ માહિતી.

GSSSB Recruitment 2024 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર નિરીક્ષક Class 2 ની ભરતી થી ભરવા માટેની પ્રક્રિયા માટે ગુજરાતના યુવાઓ પાસેથી Online અરજીઓ મંગાવવામ આવે છે. જેના માટે આ સંપૂર્ણ વિગતો વાંચવા આપ સર્વે ને અનુરોધ કરવામાં આવે છે.

GSSSB Recruitment 2024
GSSSB Recruitment 2024

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાન અને નિયામક, ગ્રાહક સુરક્ષાની કચેરી ગાંધીનગર દ્વારા જુનિયર નિરીક્ષક Class 2 ની ભરતી માટેની 60 જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવેલ છે.આ જગ્યાઓ માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી સંસ્થા દ્વારા online અરજીઓ મંગાવવામાં આવે છે.

GSSSB Recruitment 2024

GSSSB Recruitment 2024, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : ગુજરાત સરકાર દ્વારા રાજ્યના સરકારી નીકરી માટે તૈયારી કરતા યુવાનો માટે એક તક આપવામાં આવેલ છે જેમાં યુવા વર્ગ માટે 60 જેટલી જગ્યાઓ માટે પોતાની ઉમેદવારી નોંધાવી શકશે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડા ભરતી, જુનિયર નિરીક્ષક પોસ્ટની વિગતો, હીક્ષનીક લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પગાર ધોરણ, અરજી માટેની ફી અને અંતિમ તારીખ, અનામત જગ્યાઓ વગેરે જેવી મહત્વની વિગતો જાણવા માટે ઉમેદવારે આ સમાચાર અંત સુધી વાંચવા. જેથી યોગ્ય તયા અરજી માટે ઉમેવારો પોતાની ઉમેદવારી નોંધાવી શકે.

ભરતી માટેની કેટલીક મહત્વની વિગતો

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
પોસ્ટજુનિયર નિરીક્ષક Class 2
ભરતીનો વિભાગનિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક સુરક્ષાની કચેરી ગાંધીનગર
કુલ જગ્યાઓ60
વય મર્યાદા18 થી 35 વર્ષ
અરજી કરવાની પદ્ધતિOnline
અરજી માટેની અંતિમ તારીખ19-12-2024
અરજી ફીરૂ. 500
અરજી માટેની Websitehttps://ojas.gujarat.gov.in/

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : અનામત જગ્યાની વિગતો

કેટેગરીનું નામકેટેગરી પ્રમાણે સંખ્યા
બિન અનામત35
આર્થિક રીતે નબળા વર્ગ6
અનુ. જાતિ6
અનુ. જનજાતિ8
સા.શૈ.પ.વર્ગ5
કુલ જગ્યાઓ60

શૈક્ષણિક લાયકાત

  1. કેન્દ્ર અથવા રાજ્ય કાયદા હેઠળ સ્થપાયેલ University અથવા University Grant Commission Act 1956 ની કલમ 3 હેઠળ જાહેર થયે કે માન્ય થયેલ University માંથી પડવી ધરાતો હોવો જોઈએ અથવા મીકેનીકલ અથવા ઇલેક્ટ્રોઓ નીક્સ ની એન્જીનીયરીન્ગની પદવી ધરાવતો હોવો જોઈએ
  2. ટેકનીકલ પરીક્ષા બોર્ડ અથવા કોઈ પણ કેન્દ્ર અથવા રાજ્ય કાયદા હેઠળ સ્થપાયેલી University અથવા University Grant Commission Act 1956 ની કલમ 3 જાહેર થયે કે માન્ય થયેલ University માંથી મેળવેલ મિકેનીકલ અથવા ઇલેક્ટ્રિકલ અથવા ઇલેક્ટ્રોનીક્સમાં દ્વિતીય વર્ગનો ડીપ્લોમાં ધરાવતો હોવો જોઈએ અને જે તે સંબંધિત ઔદ્યોગિક ક્ષેત્રનો ડીપ્લોમાં ધરાવતો હોય તેવા ક્ષેત્રના વર્કશોપનો આશરે બે વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઇશે.
  3. ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭મા ઠરાવ્યા પ્રમાણેની કમ્પ્યુટરનાં ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈશે.
  4. ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પુરતું જ્ઞાન ધરાવતો હોવો જોઇશે.

GSRTC ભરતી અંગેની તમામ માહિતી મેળવવા અહિયાં ક્લિક કરો

પગાર ધોરણ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલ ભરતી જૂનીયર નિરીક્ષક Class 2 ની જગ્યા પર પસંદગી પામનાર ઉમેદવારને પહેલા પાંચ વર્ષ સુધી ફીક્ષ પગાર રૂ. 40,800 મળશે. ઉમેદવારની પાંચ વર્ષની સંતોષકારક સેવાના આધારે જેતે સમયે સરકારના નિયમોને આધીન પગાર મળવા પાત્ર રહેશે.

વય મર્યાદા

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરાયેલ ભરતી જુનિયર નિરીક્ષક Class 2 માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 19-12-2024ની સ્થિતિએ 18 વર્ષ થી ઓછી ની અને 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ. અનામત કેટેગરીના ઉમેદવારોને ઉંમરની છૂટછાટ અંગે તમામ માહિતી જાહેરાતમાં આપેલ છે.

અન્ય ભરતી અંગેના સમાચાર વાંચવા માટે અહિયાં ક્લિક કરો

whatsapp ગ્રુપમાં જોડાવા અહિયાં ક્લિક કરો

અરજી ફી

કેટેગરીફી
બિન અનામતરૂ. 500
અનામતરૂ. 400

અરજી કરવાની રીત

અહિયાં માંગેલ અરજીઓ માત્ર onine સ્વીકારવામાં આવશે. જેમાં તારીખ મર્યાદા તા. 05-12-2024 થી 19-12-2024 સુધી online અરજીઓ કરી શકાશે. Online અરજી કરવા માટે નીચેના સૂચનોને ધ્યાનમાં રાખવા.

  1. સૌપ્રથમ ojas gujarat વબસાઈટ પર જવું.
  2. ત્યારબાદ On Line Application માં Apply પર Click કરવું અને GSSSB સિલેક્ટ કરવું.
  3. ઉમેદવારે જાહેરાત ક્રમાંક ૨૫૩/૨૦૨૪૨૫ નાં સંવર્ગની જાહેરાત માટે ઉમેદવારીકારવા માટે જાહેરાતના સંવર્ગના નામ પર ચ્લીચ્ક કરી Apply પર Click કરવું. ત્યારબાદ સ્ક્રીન પર More Details અને Apply Now નાં option ખુલશે. જેમાં વિગતવાર માહિતી ભરવી.
  4. Application માં personal details માં પોતાની તમામ વિગતો ભરવી.
  5. personal details ભર્યા બાદ Education Details ભરવાની રહેશે.
  6. ત્યારબાદ બાંહેધરીમાં Tick કર્યા બાદ અરજી Save કરવાની રહેશે.
  7. Save પર ક્લિક કર્યા બાદ અરજી નો નંબર જનરેટ થશે જે સાચવીને રાખવાનો રહેશે.
  8. ત્યારબાદ જણાવેલ સૂચના મુજબ ઉમેદવારે પોતાના photo અને sign Upload કરવાના રહેશે.
  9. ફોટો અને સાઈન અપલોડ થયા બાદ અરજી નંબર અને જન્મ તારીખ નાખી ને application confirm કરવાની રહેશે. અરજીને online confirm કર્યા બાદ કોઈ પણ સુધારો થઇ શકશે નહી.
  10. અંતે Print Application પર જઈ પોતાની અરજી પ્રિન્ટ કરી લેવી .

ભરતી અંગેની તમામ માહિતી નો અભ્યાસ કરવા માટે નીચે આપે જાહેરનામાનો અભ્યાસ કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top