હસમુખ પટેલ દ્વારા Social Media પર જાણકારી આપતા કહ્યું કે GPSC calender 2025 માટે ભરતીનું કેલેન્ડર બહાર પાડવામાં આવશે.

GPSC Calender 2025
GPSC Calender 2025 : સરકારી નોકરી પ્રાપ્ત કરી પોતાનું જીવન સેટ કરવું આ પ્રત્યેક શિક્ષિત યુવકની મહેચ્છા રહેલી છે ત્યારે જે ઉમેદવારો લાંબા સમયથી સરકારી ભરતીની રાહ જોઈ રહ્યા છે ત્યારે આવા સારા સમાચાર બહાર ફરતા થયા છે કે ગુજરાત જાહેર સેવા યોગ દ્વારા GPSC Calender 2025 માટે બહાર પાડવામાં આવશે. જેના માટે હસમુખ પટેલ દ્વારા ટ્વીટ કરી જણાવવામાં આવ્યું છે કે તે GPSC ભરતી કેલેન્ડર 2025 એ જાન્યુઆરી મહિનાના અંતમાં બહાર પાવામાં આવશે.
GPSC ચેરમેનનું ટ્વીટ
ભરતી અંગેની માહિતી માટે GPSC નાં ચેરમેન હસમુખ પટેલ દ્વારા જાહેર કરાઈ છે. જેમનું twit હતું કે ” જીપીએસસી વિભાગો સાથે પરામર્શ કરી રહી છે તે પુઉર્ણ થતા જાન્યુઆરી માસના અંત સુધીમાં આવતા વર્ષનું ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવશે.” તેમને જાહેરાત કરી છે કે GPSC નાં દરેક વિભાગો સાથે ચર્ચા વિચારણા ચાલુ છે ને તે અંગે યોગ્ય નીર્ણાય આવતા જાન્યુઆરી 2025 નાં અંતમાં આ વરશું ભરતી માટેનું કેલેન્ડર બહાર પાડવામાં આવશે.
ગુજરાતમાં 2024 ના અંતમાં કાતિલ ઠંડી, નલિયા સહીત અનેક શહેરો ઠુંઠવાયા.
ભરતી પરીક્ષાઓના નિયમો અંગે
વધુમાં હસમુખ પટેલ દ્વારા પરીક્ષાના નિયમો વિષે પણ જણાવતા ટ્વીટ કરવામાં આવ્યું કે “GPSC ની પરીક્ષાઓમાં પારદર્શક પાણીની બાટલી ઉમેદવાર પરીક્ષા ખંડમાં લઇ જઈ શકશે. તેના પર કોઈ લેબલ કે લખાણ નાં હોવું જોઈએ જેથી તેનો ઉપયોગ કોઈ માહિતી લખવા માટે ન કરી શકાય.” GPSC દ્વારા આયોગની વેબસાઈટ https://gpsc.gujrat.gov.in પર અથવા તો ઓફિસિયલ ટ્વીટર હેન્ડલ GPSC OFFICIAL પર માહિતી જોઈ શકાશે.