Spine Gourd Local Vegetables : 100% સ્વાસ્થ્ય માટે ખુબ જ મહત્વના કેટલા પોષક તત્ત્વોથી ભરપુર એવું કયું શાકભાજી?

હાલ ચોમાસાની ઋતુમાં ખુબ જ સુલભ અને સરળતાથી મળી આવતા કંકોડા દેખાવમાં ખુબ જ નાના અને કારેલા જેવા આકારના દેખાય છે. જેનું વૈજ્ઞાનિક નામ Mormodika Dayoka ઓળખવામાં આવે છે. અને અંગ્રેજીમાં તેને Spine Gourd કહેવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે ખુબ જ આરોગ્યપ્રદ છે.Spine Gourd Local Vegetables આયુર્વેદના અભ્યાઉઓ માને છે કે આ શાકમાં ફાઈબર અને કારબોહોડ્રેડ વધારે માત્રામાં હોય છે.

Spine Gourd Local Vegetables

Spine Gourd Local Vegetables

કંકોડા અથવા જેને કંટોલા નામ થી ઓળખવામાં આવે છે જે ચોમાસાની ઋતુમાં ખુબ જ સરળતાથી મી શકે છે, ખેતરની વાડી શેઢે વેલાઓમાથી તે મળે છે અને તેને કોમર્શીયલ દ્રષ્ટિથી પણ ઉછેર કરવામાં આવે છે. આયુર્વેદનાં નિષ્ણાતો તેના ફાયદાઓ વિષે ઘણું બધું કહે છે.

કંકોડા એટલે શું?

કંકોડા અત્યારે વરસાદની ઋતુમાં વેલાના સ્વરૂપમાં ઉગી નીકે છે. ચોમાસું શરુ થતા જ માર્કેટમાં કંકોડાની શાકભાજી વેચાતી જોવા મળે છે. જેનો આકાર ગોળ અને ઈલા રંગના કંકોડા અપના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. જેને આપના બગીચામાં કે પછી ઘરે કુંડામાં પણ વાવી શકાય છે.

Benefits of Spine Gourd

પોતાનું મહત્વા કેટલું છે તે બીજા કોઈ નહી જણાવે પણ આપણે પોતેજ તેને શાબિત કરી બતાવવું પડે, કવિ કૃષ્ણ દવે પોતાની કવિતામાં જણાવે છે ને કે “આપને તો આવળ ને બાવળની જાત, ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહી” આ વાતને સિદ્ધ કરતી શાકભાજી એટલે કન્કોદાના વેલા જેના ખુબ જ ફાયદાઓ રહેલાં છે. જે પોતાના થાકી જ ચોમાસામાં ઉગી નીકળે છે અને જેને એક ઋતુનું શાકભાજી કહેવામાં આવે છે.

ક્યારે ઉગે છે કંકોડા?

સામાન્ય રીતે શાકભાજી અને કઠોળ આપના સ્વાથ્ય માટે ખુબ જ ફાયદા કારક હોય છે. લીલા શાકભાજી પોષક તત્વોથી ભરપુર હોય છે. જે શરીરની તંદુરસ્તી જાળવવા માટે ખુબ જ ઉપયોગી છે.કેટલાક શાક માત્ર જે તે ઋતુંમાં જ પ્રાપ્ય હોય છે જેમાનું આ કંકોડા શાકભાજી માત્ર ચોમાસાની ઋતુમાં જ જોવા મળે છે.

કંકોડાનાં મૂળમાં ઔષધીય ગુણો

જમીનની નીચે કંકોડાનાં વેલાના મૂળમાં અડધો ફૂટ આંબી ગાંઠ રહેઈ હોય છે જેનો ઉપયોગ ઔષધ તરીકે કરવામાં આવે છે. આ શાકભાજી બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરે છે. આમ આ શાકભાજીના ઘણા બધા ફાયદાઓ છે જેને ચોમાસાની ઋતુમાં આરોગવા ખુબ જ ફાયદાકારક હોય છે.

કંકોડા વિષે કેટલીક રસપ્રદ જાણકારી

વૈજ્ઞાનિક નામમોર્મોરિકા ડાયોઈકા Mormorica Dioica
સામાન્ય નામકંટોલા, કકોડા, કંકોડા, વન કારેલું, ખેખસા
છોડનો પ્રકારશાકભાજી, બારમાસી વેલ
સૂર્ય પ્રકાશપૂર્ણ સૂર્ય પ્રકાશ
માટીભેજવાળી માટી
માટીનું PH5.5 થી 7.0 ની વચ્ચે.
પોષક તત્વોકેરોટીન પ્રોટીન, આયરન, ફોસ્ફોરસ, કેલ્શિયમ
તાપમાન26 થી 35 ડીગ્રી સે.

કંકોડા એક લાંબુ આયુષ્ય ધરાવતી વેલ છે. જેનાથી 7 થી 8 વર્ષો સુધી ફળ પ્રાપ્ત થઇ શકે છે.અને તે શાકભાજી ની સાથ સાથે ઘણા બધા ઔષધીય ગુણો ધરાવે છે. જેને ઘરે કુંડામાં કે બગીચામાં પણ વાવી શકાય છે.

કેવી રીતે વાવી શકાય ?

આમ તો કોઈ પણ વનસ્પતિને ઉગવા માટે પ્રકાશની જરૂરીયાત હોય છે. આવી જ રીતે કંકોડાની વેલ ઉગાડવા માટે પણ પ્રકાશની જરૂરીયાત પડે છે. જેને ઓછામાં ઓછો 6 થી 8 કલાક સુધી પ્રકાશ મળી રહે તેવા સ્થાને તેનો ઉછેર કરવો જોઈએ પરંતુ જો તેલે કુંડામાં વાવેલ હોય તો તેને વધારે પ્રકાશથી રક્ષણ મળે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. બગીચામાં વાવેલ વેલ ને વધુ પ્રકાશથી રક્ષણ માટે ગ્રીન નેટ પણ બાંધી શકાય.

ઉગેલા વેલાની સાર સંભાળ

કોઈ પણ વનસ્પતિને વાવ્યા પછી તેની સાવધાની પૂર્વક ધ્યાન રાખવું ખુb જ જરૂરી છે. કંકોડાનાં ચોળાની પણ વિશેષ કાળજી લેવી જોઈએ જેથી તેમાંથી પુરતા પ્રમાણમાં કંકોડા ફળ મેળવી શકીએ.

  • કંકોડાનાં બીજ ને વાવ્યા બાદ પાણી છાંટીને આપવું જોઈએ.
  • બીજ વાવીએ ત્યારે માટી સુકાએલી હોવી જોઈએ.
  • વધારે પાણીનો ભરાવ થવા દેવો જોઈએ નહી.
  • વેલનો સારો વિકાસ થાય તે માટે તેને સવારમાં પાણી આપવું જોઈએ.
  • બગીચામાં વાવેલ વેને સાં ફળ લાગે તે માટે તેને જૈવિક ખાતર આપવું જોઈએ.
  • વેલને ફોસફરસ યુક્ત ખાતર પણ આપી શકાય.

કંકોડાની વેલ jyરે વધારે વિકાસ પામે છે ત્યારે તેને સહારાની જરૂર હોય છે. જેના માટે લાકડી અને દોરીની મદદથી માંડવો બનાવી શકાય જેથી તેમાં વધારે ફળ લાગે અને તેનો વિકાસ પણ વધારે થાય.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top