ગુજરાતમાં વર્ગ 1 અને વર્ગ 2 સહિતની સરકારી ભરતી માટેની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુબ જ મહત્વપૂર્ણ સમાચાર છે. સરકારી ભરતી માટે વિવિધ પ્રકારની પરીક્ષાઓ Gujarat Public Service Commission દ્વારા લેવામાં આવે છે જેમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા GPSC ની પરીક્ષા પદ્ધતિ માટે મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યા છે.
Table of Contents
Gujarat Public Service Commission
ગુજરાત જાહેર સેવા યોગ દ્વારા પરીક્ષા પદ્ધતિ અને તેના માળખામાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા હે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ નિયમોને અમમાં મુકવાની જાહેરાત કરી છે.જેમાં આગામી ભારતી પરીક્ષાઓ માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ ફેરફાર અંગે લાંબા સમયથી વિચારણા ચાલી રહી હતી જેની હવે જાહેરાત કરવામાં આવી છે.

GPSC પરીક્ષાના મુખ્ય ફેરફાર
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે જેમાં પરીક્ષા બે ક્રમિક તબકાઓમાં લેવામાં આવશે. કોઈ પણ ઉમેદવારે મુખ્ય પરીક્ષા પહેલા પસંદગી માટે પ્રારંભિક કે પ્રાથમિક પરીક્ષા આપવાની રહેશે અને અને તેમાં ફરજીયાત ઉત્તીર્ણ કરવાની હોય છે. પ્રાથમિક પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નો રહેશે. અને અંતિમ પસંદગી માટે મુખ્ય પરીક્ષા પાસ કરવાની રહેશે. જેમાં હેતુલક્ષી નહી પણવર્ણનાત્મક પ્રશ્નો રહેશે. અને લેખિત સાથે વ્યક્તીત્વ કસોટીઓ પણ આપવાની રહેશે.
પરીક્ષાના માળખાના તબક્કા
આયોગના નવા કરે ફેરફાર મુજબ પરીક્ષા બે તબક્કાઓમાં લેવામાં આવશે. જેમાં પ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષા એમ બે તબક્કાઓમાં પરીક્ષા પાસ કરવાની રહેશે જે નીચે બુજબ જણાવવામાં આવે છે.
1.પ્રાથમિક પરીક્ષા
પરીક્ષાના ફેરફાર મુજબ નવા નિયમો ની આધારે પ્રાથમિક પરીક્ષામાં કુલ 200 ગુણનું પેપર રહેશે. જે સામાન્ય અભ્યાસનું પપેર રહેશે. આ તમામ પ્રશ્નો વૈકલ્પિક પ્રશ્નો પૂછવામાં આવશે. ઉમેદવારોને આ પેપર માટે 3 કલાકનો સમય આપવામાં આવશે. જેના માટે આયોગ દ્વારા નિશ્ચિત અભ્યાસક્રમ નિર્ધારિત કરવામાં આવશે.
2.મુખ્ય પરીક્ષા
આ ઉપરાંત મુખ્ય પરીક્ષામાં બીજા મુખ્ય 7 પ્રશ્નપત્ર રહેશે.જેમાં અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં પેપર રહેશે. જેની ગણતરી મેરીટમાં નહી થાય પરંતુ 25 ટકા સાથે ઉત્તીર્ણ થવું પડશે.
3.વ્યક્તિત્વ કસોટી
મુખ્ય પરીક્ષા બાદ વ્યક્તિત્વ કસોટી આપવાની રહેશે. જેમાં કોઈ પણ લઘુત્તમ ગુણ વિના કુલ 150 ગુણની કસોટી રહેશે. મુખ્ય (લેખિત) પરીક્ષા અને વ્યક્તિત્વ કસોટીમાં ઉમેવારો દ્વારા મેળવેલા કુલ ગુણ ઉમેદવારોના અંતિમ મેરીત્માતે ગણાશે.