ભારત સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ગુરુવારના દિવસે કેબીનેટ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા પત્રકારોને 8th Pay Commission ના આ મહત્વના નિર્ણય વિષે માહિતી આપી હતી.
પગારપંચ એટલે શું?

પગારપંચ એક ઉચ્ચ સ્તરીય સમિતિ છે જેની રચના કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે.જેનો હેતુ પ્રવર્તમાન આર્થિક પરિસ્થિતિને અનુસાર સરકારી કર્મચારીઓને માનભેર જીવન જીવવા માટે યોગ્યા પગાર મળવો જોઈએ. આ સમિતિ સરકારી કર્મચારીઓના આર્થિક કાયાન અંગે સુધારાની ભલામણ કરે છે.
Table of Contents
8th Pay Commission
કેન્દ્ર સરકાર દ્વારા ગુરુવારના દિવસે મળેલ કેબીનેટની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુબ જ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં કેન્દ્રીય કર્મચારીઓ આઠમા પગાર પંચને મંજુરી આપી દીધી છે આ કેબીનેટ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ માહિતી આપી હતી કે આયોગની ભલામણો ૨૦૨૬થી લાગુ કરવામાં આવશે. 7મું પગારપંચ 2016 માં લાગુ કરવામાં આવ્યું હતું જેની ભલામણો 31 ડીસેમ્બર 2025 સુધી ચાલું રહેશે.
7th Pay Commission
દર 10 વર્ષે નવું પગારપંચ લાગુ કરવામાં આવે છે. 7th Pay Commission એટલે કે 7મું પગારપંચ 1 જાન્યુઆરી 2016 થી લાગુ કરવામાં આવેલ હતું. જેનો લાભ લગભગ 1 કરોડ જેટલા કર્મચારીઓએ લીધો હતો. અને 10 વર્ષ પછી એટલે કે 2026 થી 8 માં પગારપંચ નો અમલ કરવામાં આવશે જેનાથી કેન્દ્રીય કર્મચારીઓના લઘુતમ વેતન અને પેન્શનમાં વધારો થશે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો: Vav-Tharad New District ગુજરાતમાં હવે 33 ની જગ્યાએ 34 જીલ્લાઓ
૮મું પગારપંચ લાગુ થવાથી શું ફેરફાર થશે?
કેન્દ્ર સરકાર દ્વારા દર 10 વર્ષે નવું પગારપંચ લાવવામાં આવે છે. હાલમાં ચાઈ રહેલું 7મું પગારપચ 2016 થી અમલમાં આવેલ છે. જેના 10 વર્ષ હવે પૂર્ણ થતાં 8માં પગારપંચની રચનાને હવે મંજુરી આપવામાં આવી છે. અને 2026 થી નવું પગારપંચ અમલમાં મુકવામાં આવશે. 7માં પગારપંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025 નાં રોજ પૂર્ણ થશે અને 1 જાન્યુઆરી 2026 ટી 8મું પગારપંચ લાગુ કરવામાં આવશે.જેને પગાર મેટ્રિક્સ 1.92 ફીટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ કરીને તેયાર કરવામાં આવશે.